શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ભુત,પ્રેત,આધી,વ્યાધી,ઉપાધીથી આવતા યાત્રાળુઓને ખાસ સુચના
» પાસ મેળવવાનો સમય સવારના ૦૬:૩૦ થી ૦૮:૩૦ અને બપોરના ૦૨:૩૦ થી ૦૪:૩૦ નો રહેશે
આ સમય સિવાય પાસ આપવામાં આવશે નહીં.
» સૌપ્રથમ હનુમાનજી મંદિરના કાઉન્ટરમાંથી પાઠમાં બેસનાર વ્યકિતનું નામ લખાવી પાસ મેળવી લેવો, પાસ ફકત દર્દી નો જ આપવામાં આવશે.
» સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન હોય તો પતિ-પત્ની બંન્નેનું નામ લખાવવું.
» પાસ લઈ પાઠમાં બેસનાર વ્યકિતને હનુમાનજી મંદિરના પ્રસાદીના નારાયણકુંડમાં ફરજિયાત સ્નાન કરાવવું.
» સ્ત્રી હોય તો માથું બરોબર સાફ કરી વાળ છુટા રાખવા.
» પાઠનો સમય સવારના ૦૮:૦૦ અને બપોરના ૦૪:૦૦ વાગ્યાનો રહેશે.
» પાસ મેળવ્યા પછી વ્યકિતને હનુમાનજી મંદિરનાં કાઉન્ટર પરથી બતાવેલ જગ્યાએ સવારના ૦૭:૪૫ અને
બપોરના ૦૩:૪૫ વાગ્યે બેસાડી દેવા.
» પાસ મંદિરમાં ભગત માંગે ત્યારે આપવો.
» પૂજા પાઠની કોઈપણ વસ્તુ અગાઉથી લેવી નહી, જયારે મહારાજ મંગાવે ત્યારે નામ લખાવ્યું હોય તે જ
કાઉન્ટર પરથી લેવી.
» મહારાજશ્રી જે રીતે પૂજાપાઠ કે માળાની વિધિ બતાવે તે શ્રધ્ધા, વિશ્વાસથી કરવી.
» મહારાજશ્રીએ આપેલ મુદત મુજબ સારૂ થાય એટલે નીચેના સરનામે મનીઓર્ડરથી માનતાનાં નાણા
મોકલાવા. મહારાજશ્રીએ રૂબરૂ આવી જવાનું કહયું હોય તો રૂબરૂ આવી જવું અને માનતા ધરી જવી.
» મંદિરમાં આવતા દરેક ભાવિક હરિભકતોને નમ્ર વિનંતી કે મંદિરમાં પાઠની વિધિ ચાલુ હોય ત્યારે
બિલકુલ શાંતિ જાળવવી.
લિ.કોઠારી શ્રી
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર,
મું.પો.સાળંગપુર હનુમાન (સૌરાષ્ટ્ર)
તા.બરવાળા, બોટાદ ,પીન: ૩૮૨૪૫૦
ફોન: (૦૨૭૧૧) ૨૪૧૨૦૨ / ૨૪૧૪૦૮
ફેકસ: ૨૪૧૨૫૦